લઈ જાય છે સુગંધ હવા
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી.
ફૂલો દબાઈ જાયના ખૂશ્બોના ભારથી.
એની સતત નજર અને મારા હૃદય ઉપર?
કિરણોની દોસ્તી અને એ પણ તૃષારથી?
એને ખબર શું આપના ઝુલ્ફોની છાંયની ,
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.
થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમાર વિચારથી.
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે ,દુ:ખના પ્રકારથી.
અંદર જુઓ તો સ્વર્ગંનો આભાસ થાય પણ,
ખડેર જેવું લાગે છે બહારથી.